કણિકા-૪


નફરતનેજ નફરત કરવા માંડ્યો,

જીંદગી ટનાટન ચાલે છે

 • નીતિન ગજ્જર

 

તારા ભરોસે શું રાખું ?

તાળા ભરોસે કરોડો રાખું છું.

 • નીતિન ગજ્જર

 

જેને વળગાડ કાઢવા વાળાજ વળગે તેને  કોણ બચાવે ?

 • નીતિન ગજ્જર

 

જ્યારે મિત્ર તું માંથી તમે પર આવે ત્યારે માનવું, આપણા સબંધો ઉપરછલ્લા છે….

 • નીતિન ગજ્જર

 

પ્રભુ તારી તસવીર જોઇને મારે તને પામવો હતો

જોને હું પણ હાર પહેરી ટીંગાણો તસવીર બની.

 • નીતિન ગજ્જર

 

જેને જીવનમાં કોઈ ગોલ હોય છે,

તેનોજ જીવનમાં સફળ રોલ હોય છે,

 • નીતિન ગજ્જર

 

આંખ મળે ને પ્રેમ બંધાય છે,

તો પણ પ્રેમ અંધ કહેવાય છે.

 • નીતિન ગજ્જર

 

પ્રભુને પણ મંદિરમાં કેદ કરે છે,

જો ને પોતે કેવો દુનિયાની સેર કરે છે.

 • નીતિન ગજ્જર

 

ખોટા ફૂલ માં પણ હજારો ફૂલોની મહેક હતી,

જો ને અતર નાં કારણે આજે થઇ છતી .

 • નીતિન ગજ્જર

 

વાસ્તવિકતા નહિ દંભ જોવે છે,

એટલે તો લોકો રોવે છે.

 • નીતિન ગજ્જર

 

રોજ આવીને કોઈ આગ લગાડી જાય છે,

આ તે કેવી હરીફાઈ છે.?

 • નીતિન ગજ્જર

 

Advertisements