વૃધ્ધાશ્રમ


વૃધ્ધાશ્રમમાં અમારી ૩૦મી મેરેજ એનીવર્સરી ઉજવતા હતા

અમે બંને વૃધ્ધાશ્રમમાં બેઠા હતા ત્યારે તે બોલી…

લાગે છે કે આજે છોકરો અહી જરૂર આવશે,

આપણી માટે સરપ્રાઈઝ ગીફ્ટ જરૂર લાવશે.

મેં કીધું : તને લાગે છે એમ…!

કે એના દિલમાં છે રહેમ…!

ત્યાજ છોકરો દેખાણો..અને આવી ને કહે..

આ વારસાઈ છે, તેમાં તમારી સહી લેવાની છે.

બેંક માંથી લોન લીધી છે, મારે ત્યાં દેવાની છે.

મેં પણ કરી દીધી વારસાઈમાં સહી..

મનમાં થયું જિંદગી ક્યાં જાજી રહી.

છોકરો કહે..પાપા યુ આર ગ્રેટ,

લાગે છે, થઇ ગયા છો અહી સેટ.

મેં કીધું…. હા બેટા ઘરનું ફળિયું તો નો ફળ્યું.

અહી આવીને ઘણું મળ્યું.

તે બોલી…

છોકરા અને વહુને અમારી યાદી આપજે,

કોક દિવસ વૃદ્ધાશ્રમ જોવા તેને પણ લાવજે.

અમારા વર્તમાનમા તમારું ભવિષ્ય જોજો,

સમય મળે ત્યારે કરજો આત્મખોજો.

મેં કીધું ગાંડી બસ કર….તેને હેરાન ન કર.

તેની આંખના આંસુને લુછતા, હસીને બોલ્યો…

ભાગ્યવાન મળી ગઈ સરપ્રાઈઝ…..!

વૃધ્ધાશ્રમમાં અમારી ૬૦મી એનીવર્સરી ઉજવતા હતા

ત્યાં અવાજ આવ્યો કે…..

આજ તો નવા બે ચહેરા આવે છે.

સામે જોવો બધાં તેને લાવે છે.

મેં કીધું…એ તો મારો છોકરો અને એની વહુ,

યાદ રાખી એનીવર્સરી કહેવાય બહુ.

એ તો અમને, કેમ છો..? તેમ કહેવા આવ્યા છે.

બધાં બોલ્યા… એ તો અહી રહેવા આવ્યા છે.

મેં કીધું… ઘર કે ફળિયું તમને પણ ન ફાવ્યું..?

કે તમને અહી ખેચી લાવ્યું.

તે બોલી… જુઓ જુઓ મારો દીકરો ને વહુ આવ્યા છે,

અમને એકલું ના લાગે ને એટલે સાથે રહેવા આવ્યા છે.

– નીતિન ગજ્જર

Advertisements

6 thoughts on “વૃધ્ધાશ્રમ

  1. Deepak Solanki 20/09/2013 / 10:42 PM

    સરસ પોસ્ટ છે… મે મારા બ્લોગમાં રીબ્લોગીં કર્યુ છે… આપનો વાંધો હોય તો કહેજો કાઢી નાખીશ..
    http://solankideepakn.wordpress.com/

    • નીતિન ગજ્જર 07/10/2013 / 4:05 AM

      આભાર દીપકભાઈ…. મારા બ્લોગનું નામજ વિચાર નો પ્રચાર રાખ્યું છે…. જેટલો વિચારનો ફેલાવો થાય એટલું સારું….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s