કણિકા-૪


નફરતનેજ નફરત કરવા માંડ્યો,

જીંદગી ટનાટન ચાલે છે

 • નીતિન ગજ્જર

 

તારા ભરોસે શું રાખું ?

તાળા ભરોસે કરોડો રાખું છું.

 • નીતિન ગજ્જર

 

જેને વળગાડ કાઢવા વાળાજ વળગે તેને  કોણ બચાવે ?

 • નીતિન ગજ્જર

 

જ્યારે મિત્ર તું માંથી તમે પર આવે ત્યારે માનવું, આપણા સબંધો ઉપરછલ્લા છે….

 • નીતિન ગજ્જર

 

પ્રભુ તારી તસવીર જોઇને મારે તને પામવો હતો

જોને હું પણ હાર પહેરી ટીંગાણો તસવીર બની.

 • નીતિન ગજ્જર

 

જેને જીવનમાં કોઈ ગોલ હોય છે,

તેનોજ જીવનમાં સફળ રોલ હોય છે,

 • નીતિન ગજ્જર

 

આંખ મળે ને પ્રેમ બંધાય છે,

તો પણ પ્રેમ અંધ કહેવાય છે.

 • નીતિન ગજ્જર

 

પ્રભુને પણ મંદિરમાં કેદ કરે છે,

જો ને પોતે કેવો દુનિયાની સેર કરે છે.

 • નીતિન ગજ્જર

 

ખોટા ફૂલ માં પણ હજારો ફૂલોની મહેક હતી,

જો ને અતર નાં કારણે આજે થઇ છતી .

 • નીતિન ગજ્જર

 

વાસ્તવિકતા નહિ દંભ જોવે છે,

એટલે તો લોકો રોવે છે.

 • નીતિન ગજ્જર

 

રોજ આવીને કોઈ આગ લગાડી જાય છે,

આ તે કેવી હરીફાઈ છે.?

 • નીતિન ગજ્જર

 

Advertisements

Quotes (Gujarati)


માણસે યુવાન દેખાવા માટે જેટલી મહેનત કરે છે, એટલી મહેનત યુવાની ટકાવી રાખવા માટે કરવાની જરૂર છે.

***************

જેને પોતાનું ભવિષ્ય દેખાતું નથી તે હથેળીમાં જોવરાવે છે.

***************

ટૂંકમાં ઓળખવું છે પણ ઓળખાય જવું નથી

***************

પુરુષાર્થને થામો, સફળતા પામો.

***************

વાસ્તવિકતા નહિ દંભ જોવે છે,

એટલે તો લોકો રોવે છે.

 • નીતિન ગજ્જર

“ધ્યેય” પોતાના બાવડા પરનો વિશ્વાસ છે, “ઉમ્મીદ” તે બીજા પર રાખેલો આધાર છે, માટે ધ્યેય હંમેશા સિદ્ધિજ આપે અને ઉમ્મીદ જખ્મોજ આપે

 • નીતિન ગજ્જર

ઈશ્વર પાસે પ્રગતિ નહિ પ્રવૃત્તિ માંગવી … પ્રગતિ આપોઆપ મળશે

 • નીતિન ગજ્જર

quotes (Hindi)


किस्मत और हमारे बिच में पुरुषार्थ है, किस्मत तक पहुचने केलिए पुरुषार्थ करो…किस्मत आपकी दासी होगी.

*************************

अगर इश्वर की प्रार्थना में हम कुछ माँगते है तो ये हमारी कमजोरियो को स्वीकार करना है.

 *******************

किस्मत नी सामू जोवे छे ते हंमेशा रोवे छे.

******************************

जिसको अपना भविष्य नहीं दिखाई देता वो हस्तरेखा दिखाते है.

************************

जो किस्मत के भरोसे बेठते है उसका भविष्य सोता है.

**********************

जब आत्मा चली जाती है तब शरीर अकड़ जाता है,

मतलब,

जो आदमी अकड़ रहा है उसके शरीर में आत्मा नहीं है.

 • नितिन गज्जर

 

 

ખોવાયેલા ભાયબંધ તું મને પાછો જડ


ખોવાયેલા ભાયબંધ તું મને પાછો જડ,

પહેલા પડતો થો તેમ માથે પડ,

નાસ્તાના બીલ વખતે હું ખીચામાં જોતો,

ત્યારે તું જઈ વોશ બેસિનમાં હાથ ધોતો,

ખીચામાં હાથ તે ક્યારેય નાખ્યો નોતો,

ભીસ પડે ત્યારે પાસે આવીને રોતો,

૧૦૦ ગ્રામ ગાંઠીયા સાથે ફ્રીમાં મીઠો માવો પણ ખાતા,

યાદ છે રોજ રાતે ભાયાણીમાં જાતા.

દિવસે બોરડીના બોર વીણી ખાતા,

રાતે વાડીયુમાં સીંગ ચોરવા જાતા,

કુતરાના અવાજથી કરતા’થા શોર,

રાત્રે ફરતાથા ચારેકોર,       

એક-બીજાનો નોતો મુકતા સગડ,

એક-બીજાનો હાથ જાલી ચડતા’થા વડ,

લખોટીયુ માટે તું પાછો લડ,

મડતો’થો તેમ પાછો હાથ મારો મડ,

લેતાથા એક-બીજાના ગાળ્યું થી નામ,

આવ, આવીને પાછો હાથ મારો થામ,

સમય કાઠીને તું મળવા તો આવ,

આવીને તું મીઠી ગાળ્યું થી બોલાવ,

ખોવાયેલા ભાયબંધ તું મને પાછો મળ,

આવ પાછો ને તું ગળે મળ.

 • નીતિન ગજ્જર

કાવ્ય કણિકા-૩


હૃદય મસ્ત છે, તંદુરસ્ત છે.

ઘાવ જીલી શકે છે.

દગો સહી શકે છે,

મસ્ત મસ્ત ધબકીને બોલી શકે છે,

રાજ ઘણા છુપાણા છે તેમાં,

સમય આવ્યે રાજ ખોલી શકે છે,

હૃદય મસ્ત છે, તંદુરસ્ત છે.

**************************

માનો તો સાથમાં છું,

માનો તો વાતમાં છું,

એવું ના સમજતા ખેરાતમાં છું….

**************************

યાદોમાં તો રહુંજ છું…

સપનાઓમાં રાતવાસો પણ કરી લવ છું,

**************************

દુનિયાની સામે મારા તારાના રાજ નો ખોલો…

હવે તો આ દેશ આપણો છે તેમ બોલો.

**************************

આગની જરૂર ચુલામાજ છે,

તેને ચૂલામાં રહેવા દયો.

**************************

રોજ કોઈ આવી આગ લગાડી જાય છે,

આ તે કેવી હરીફાઈ છે.?

**************************

ખાવ છું ઉઘરાણીના ધકા,

ઈ પૂછે છે કેમ છો બકા.?

બાળકોને નહિ, પણ સમજની આપણને જરૂર છે.


એક ભાઈનો પાળેલા પોપટને ઉધરસ થઇ હતી,

તે ફેમીલી ડોક્ટર પાસે ગયા.

ફેમીલી ડોક્ટર કહે કે હું પશુ-પક્ષીઓનો ડોક્ટર નથી,

ભાઈ કહે આ પોપટને પશુ-પક્ષી ના કહો એ મારા પરિવારનો સભ્ય છે.

અને તમે અમારા ફેમીલી ડોક્ટર છો, માટે ઈલાજ તો તમારેજ કરવો પડશે.

ડોક્ટર કહે કાઈ વાંધો નહી..

પણ આવતી કાલે તમે સમસ્ત પરિવાર સાથે આવજો, બધાને તપાસી લઈશ.

બીજે દિવસે સમસ્ત પરિવાર આવ્યો, ડોકટરે બધાને તપસ્યા અને દવા આપી.

પણ પોપટની દવા ન આપી…

ભાઈ કહે ડોક્ટર ઉધરસ પોપટને પણ થઇ છે દવા તેને પણ આપો…

ડોક્ટર કહે પોપટને દવાની જરૂર નથી… એતો તમારું અનુકરણ કરે છે,

તમે પરિવારના સભ્યો પહેલા રોજ સવારમાં ઉઠી સીતારામ બોલતા તો પોપટ પણ બોલતો,

અને હવે તમે બધા રોજ સવારમાં ખો ખો કરો છો તો તે તમારું અનુકરણ કરે છે…

મોરલ : આપના બાળકો પણ પોપટ જેવા છે માટે ઘણા શિક્ષકો અને વડીલો બાળકોની દેખતા વ્યસન કરે છે

તે ના કરાવું.. કારણ તે પણ પોપટની જેમ આપનું અનુકરણ કરશે….

काव्य कणिका


छोडो ये किताबोसे सीखना

कुछ हम तुमसे सीखे

कुछ तुम हमसे सीखो….

********************************

ऐसे आदमीओ से तो बहुत डरते है हम.

एक तो जूठ बोलते है

फिर कहते है आपकी कसम……

********************************

दर्द की तो हमें आदत पड गई,

बेदर्दो के साथ वास्ता है जो…..

********************************

बेदर्दो से दर्द नहीं मिटता,

दर्द मिटा ने केलीये हमदर्द चाहिए.

********************************

केसी गजब दुनिया है ये Word छुपाने केलिए Password चाहिए….

********************************

जिसकी राह पे हम चलने निकले, क्या करू इन्होने ही राह बदलली…..

********************************

हर घडी वो घडी नहीं रहेती, जिसका घडी घडी इंतजार करते थे,

पल तो आकर चला जाता है, जिसका पल पल इंतजार करते है.

********************************

वख्त को इल्जाम मत दो, उसका तो काम ही है चलाना,

एक हम ही है की वख्त के साथ चल न पाए, इल्जाम वख्त को देते है….

********************************

मे हिन्दू, मे मुस्लिम करते है एक-दुसरे पे वार,

समजते क्यों नहीं यार, हम है एक परिवार.

********************************

मुस्कराहट मुस्कराहट में फर्क है……

किसी के साथ भी मुस्कुराया जाता है,

और किसी पर भी मुस्कुराया जाता है.

मुस्कराने  से रिस्ते जोड़े भी जाते है,

मुस्कराने  से रिस्ते तोड़े भी जाते है.

 • नितिन गज्जर

મકરસંક્રાંતિ


કરીએ છીએ એક-બીજાને તંગ,

કાપીને એક-બીજાનો પતંગ,

આતો છે ભાઈ મકરસંક્રાંતિનો રંગ.

કાયમ રહીએ પાડોશમાં,

પણ આજ જો જામે એક-બીજાની જંગ.

આતો છે ભાઈ મકરસંક્રાંતિનો રંગ.

કોઈનો ચડે આભમાં પતંગ,

કોઈને ચડે જોઈનેજ ઉંમંગ,

આતો છે ભાઈ મકરસંક્રાંતિનો રંગ.

પોતાનો પતંગ કપાય ત્યારે રહી જાય છે દંગ,

બીજાનો કપાઈ ત્યારે બોલે છે વ્યંગ,

આતો છે ભાઈ મકરસંક્રાંતિનો રંગ.

એક-બીજાના કાપે છે પતંગ.

છતાં એક-બીજાના ખાય છે લાડુ સંગ સંગ.

આતો છે ભાઈ મકરસંક્રાંતિનો રંગ.

– નીતિન ગજ્જર

હે દામિની…


વિચારનો પ્રચાર

હે દામિની…

તું તો બળાત્કારનો શિકાર થય,

દુનિયા પણ છોડી ગય.

મીડીયાએ બહુજ કર્યું તારા માટે,

એનો આશય હતો લોકોના સારા માટે.

પણ જયારે સમાચારનો અતિરેક થાય છે,

ત્યારે ઉંધો સંદેશો જાય છે.

અત્યારે હરેકને પોતાના ગર્ભમાં દામિની દેખાય છે.

અને હજારો દામિનીઓની ભ્રૂણહત્યા થાય છે.

સમસ્યા હલ કરવા જાય છે,ત્યારે થોડું વિચારવું.

ક્યારેક એક સમસ્યા હલ કરવા જતા બીજી સમસ્યા સર્જાય છે.

– નીતિન ગજ્જર

View original post

ઓળખ


વિચારનો પ્રચાર

ઓળખ

આવ્યા, જીવ્યા અને ગયા, શું લાવ્યા હતા ને શું લઇ ગયા.
કર્યું, ભર્યું અને વાપર્યું , ખાલી હતા ને ખાલી થઇ ગયા.
હળ્યાં, મળ્યાં અને કળ્યાં યાદોમાં કોઈની રહી ગયા.
કોઈ સારું, કોઈ નરસું કામ બધા જ કરી ગયા.
ઓળખ આપવા આવ્યા હતા અને ઓળખ આપી વહી ગયા.

– નીતિન ગજ્જર

View original post

મનનો ફૌજી


વિચારનો પ્રચાર

જયારે મન પર આતંકી વિચારો કરે છે વાર,

ત્યારે મનનો ફૌજી સામો કરે છે તેની પર પ્રહાર.

કલિયુગ રૂપી વિચારોને કરવી હોય સીમા પાર,

ત્યારે મનનો ફૌજી બની, બનું છું સીમાનો આધાર.

ખોટા પ્રચાર રૂપી ખોટા વિચારોને ઘર કરવા દેતો નથી,

કારણ..! મનની સીમા પર ઉભો છું, સર કરવા દેતો નથી.

અહમ, અહંકાર પણ મનની સીમા પર આગ લગાડે છે,

ત્યારે મનનો ફૌજી તેને પણ સીમા પાર ભગાડે છે.

પાન, બીડી, સિગારેટ જેવી કુટેવોએ પણ કરી ઘણી કરામત,

ભટકવા ન દીધું મન, તેનાથી પણ રાખ્યું સલામત.

કામ.ક્રોધ કે છળ-કપટમાં મન થઇ જાય જયારે બેકાબુ,

ત્યારે પણ મેળવી લે છે તેની પર તરતજ કાબુ.

દુર્ગુણો જયારે પણ મન પર કરે છે પ્રહાર.

ત્યારે મનનો ફૌજી હંમેશા કરે છે તેનો સંહાર.

જયારે પણ સીમા પર સત્કાર્યો અને સદગુણો રૂપી ઉભો હોય છે યાર.

તેને આવકારવા અને અપનાવવા મનનો ફૌજી હંમેશા હોય છે તૈયાર.  

મેળવી લીધી મન પર જીત, બન્યો મનનો રાજા,

View original post 13 more words

નીતિન ગજ્જરની કાવ્ય કણિકાઓ


વિચારનો પ્રચાર

જોઈને કવિઓની પંગત

મને પણ લાગી છે આ રંગત,

થોડી સંગત અને થોડી અંગત.

*********

રોજ બેનું-દીકરીયુંની લુટાઈ છે લાજ,

જયારે બહાર જાય છે,

ત્યારે થાય છે,

ભગવાન બચાવે આજ.

**************

કરતા રહ્યા એક-બીજાની દરકાર,

કરતા રહ્યા એક-બીજાની દરકાર,

અને ચલાવે રાખી સરકાર.

***************

લોકો કહે છે કે દેવદાસ,

આ ભીસા તો કપાવ,

થોડા વાળ તો ઓળાવ.

તેને કેમ કહું કે,

રોજ સવારમાં તારી આંખમાં જોઈ હું માથું ઓળાવતો,

આજ તારી આંખ જ મીચાય ગઈ, હું ક્યાં જાવ….?

***************

પવનથી હલતો તારો ફોટો જોઉં છું.

ત્યારે થાઇ છે કે હજી પણ લે છે તું સ્વાસ,

અને લાગે છે કે જાણે હું જીવતી લાશ.

***************

જ્યારથી તારી આંખ મીચાઇ,

ત્યારથી મારી આંખ મીચાઇ નથી.

**********

તમારા વિષે હું શું કામ કવ,

અને કહ્યા વગર શું કામ રવ.

**********

જો થોડીક રાખશો તમે લજ્જા,

તો જીવવાની આવશે બહુ મજ્જા.

***********

હું જીવું છું,

પણ,

તારી ઉપર મરું છું.

************

મારી આંખના અરીસામાં…

View original post 176 more words

વૃધ્ધાશ્રમ


વિચારનો પ્રચાર

વૃધ્ધાશ્રમમાં અમારી ૩૦મી મેરેજ એનીવર્સરી ઉજવતા હતા

અમે બંને વૃધ્ધાશ્રમમાં બેઠા હતા ત્યારે તે બોલી…

લાગે છે કે આજે છોકરો અહી જરૂર આવશે,

આપણી માટે સરપ્રાઈઝ ગીફ્ટ જરૂર લાવશે.

મેં કીધું : તને લાગે છે એમ…!

કે એના દિલમાં છે રહેમ…!

ત્યાજ છોકરો દેખાણો..અને આવી ને કહે..

આ વારસાઈ છે, તેમાં તમારી સહી લેવાની છે.

બેંક માંથી લોન લીધી છે, મારે ત્યાં દેવાની છે.

મેં પણ કરી દીધી વારસાઈમાં સહી..

મનમાં થયું જિંદગી ક્યાં જાજી રહી.

છોકરો કહે..પાપા યુ આર ગ્રેટ,

લાગે છે, થઇ ગયા છો અહી સેટ.

મેં કીધું…. હા બેટા ઘરનું ફળિયું તો નો ફળ્યું.

અહી આવીને ઘણું મળ્યું.

તે બોલી…

છોકરા અને વહુને અમારી યાદી આપજે,

કોક દિવસ વૃદ્ધાશ્રમ જોવા તેને પણ લાવજે.

અમારા વર્તમાનમા તમારું ભવિષ્ય જોજો,

સમય મળે ત્યારે કરજો આત્મખોજો.

મેં કીધું ગાંડી બસ કર….તેને હેરાન ન કર.

તેની આંખના આંસુને લુછતા, હસીને બોલ્યો…

ભાગ્યવાન મળી ગઈ સરપ્રાઈઝ…..!

 

વૃધ્ધાશ્રમમાં અમારી ૬૦મી એનીવર્સરી ઉજવતા…

View original post 86 more words

એક-બીજાની છડી


વિચારનો પ્રચાર

નહોતી મને તારી પડી કે નહોતી તને મારી પડી,

આતો તને જોવા આવ્યો ને તું જડી.

હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી.

પછી લગ્નની શહેનાઈ ની વાગી ઘડી,

આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી.

પછી તો એક-બીજાની એટલી પડી,

કે ચાલતું નહી એક-બીજા વગર ઘડી.

પ્રેમની વરસાવી એવી જડી.

પછી છોકરા થયા, તું એમાં પડી,

મને પણ ધંધાની ચાનક ચડી.

ક્યાં વઈ ગઈ એ ઘડી, ખબર નો પડી,

જાણે કોઈની નજર પડી.

પછી આવી ઈમોશનલ ઘડી

કહેવા લાગી તમને કાઈ નથી મારી પડી,

અને તું ઇમોશનલી રડી,

જાણે મારી ઉપર આફત પડી.

થોડી રકજક ને થોડી જીભાજોડી.

આવી ગેરસમજની ઘડી,

કહેતાં : તને મારી નથી પડી તો મને પણ નથી પડી.

ન ચાલી ઝાઝી લડા-લડી,

કારણ?

પિયર જતી ત્યારે ખબર પડી,

કે, આતો આદત કેવી પડી,

કે ચાલતું નથી એક-બીજા વગર ઘડી.

સાથે હોય ત્યારે ભલે થાય લડા-લડી,

પણ, મનથી તો હોય એક-બીજાની પડી.

લગ્નની શરૂઆતમાં તો હોય…

View original post 37 more words

વૃધ્ધાશ્રમમાં બેઠા તેનું કારણ શું?


વિચારનો પ્રચાર

વૃધ્ધાશ્રમમાં બેઠા બેઠા વિચાર આવ્યો કે….

અહી બેઠા તેનું કારણ શું?

યાદ કરતા…

નાનપણમાં છોકરાને મુક્યા હતા તે બોર્ડીંગ સ્કૂલ દેખાણી,

ભૂલ ત્યાંજ પકડાણી.

નથી રાખી તેની સાથે લાગણી.

તો અત્યારે કેમ કરવી માંગણી.

ફિગરના ભોગે નથી કરાવ્યું તેને સ્તનપાન.

તો એ કેમ આપી શકે તમને માન.

જે સાથે નથી રહ્યા તેને લાગણીના સબંધ કેવા….!

બારોબારજ ભણાવ્યા છે, ક્યારેય ઘરે દીધા રેવા…..?

નથી રહેંવા દીધા તેને પાસ. 

એની કેમ રાખવી આશ.

આ સમસ્યાનું મારણ શું?

છોકરાઓને ભણતરની સાથે ગણતરની જરૂર છે.

તેની પાસે બેસી જમાડો,

ગમતી રમત રમાડો.

એ પણ જોજો,

એને ભણતરનો નો આવી જાય બોજો.

જેણે તમને માં ગણી, સંતોષો તેની માંગણી.

દેખાડો થોડી લાગણી,

આના પર થી એમ લાગે છે કે..

જે એનું બાળપણ મારે,

તેની વૃદ્ધાવસ્થા તે કેમ તારે…..!

મહિના પછી…….

છોકરો ને વહુ આવ્યા.

સાથે તેના છોકરાને પણ લાવ્યા.

છોકરો અને વહુ કહે..

જયારે ઘરમાં એકલા હતા,

ત્યારે સામે ઘરમાં અમે જોતા,

ત્રણ પેઢી એકસાથે…

View original post 64 more words

આમ આદમી


વિચારનો પ્રચાર

મોંધવારી વચ્ચે ભીડાયેલો પણ છું.

ભ્રષ્ટાચાર સામે ચીડાયેલો પણ છું.

સમસ્યાઓથી ઘેરાયેલો પણ છું.

અત્યાચારોથી પીડાયેલો પણ છું,

અપહરણકર્તાનાં હાથે અજમાંવાયેલો પણ છું.

ખંડણીવાળાના હાથે ખોવાયેલો પણ છું.

ખોટા વચનોથી ભરમાયેલો પણ છું.

અમલદારોના દાબથી દબાયેલો પણ છું.

ઘસાયેલો છું અને કસાયેલો પણ છું,

કાવા દાવાઓ વચ્ચે ફસાયેલો પણ છું.

ખરા ખોટાથી ટેવાયેલો પણ છું.

પ્રેમના તાંતણે બંધાયેલો પણ છું.

આત્મજનોના ઘાવથી ઘવાયેલો પણ છું.

સુખ-દુઃખ વચ્ચે સંધાયેલો પણ છું.

હારેલો પણ છું, જીતેલો પણ છું.

દેશ કાજે જીવેલો પણ છું.

પરિશ્રમના પરસેવાથી ભીન્જાયેલો પણ છું.

આમ આદમી તરીકે ઓળખાયેલો પણ છું.

દેશદાજથી ખીજાયેલો પણ છું, પણ શું કરું ?

દેશના બંધારણથી બંધાયેલો પણ છું.

કોમી દાવાનળમાં કપાયેલો પણ છું.

આતંકવાદીઓના હાથે મરાયેલો પણ છું.

સપનાઓના સ્મશાનમાં સળગાવાયેલો પણ છું.

અરમાનોની કબરમાં દટાયેલો પણ છું.

અહીંથી ઉભું થવાનું મન નથી થતું કારણ ..!

કારણ, અહી બધી સમસ્યાઓથી સચાવાયેલો પણ છું.

કવિ : નીતિન ગજ્જર

View original post

दुनिया ऐसे ही चलती है


વિચારનો પ્રચાર

दुनिया ऐसे ही चलती है, उसमे मेरी क्या गलती है.

महेंगाई रोज बढती है, उसमे मेरी क्या गलती है.

जब बजेट आता है, तो पब्लिक मार खाता है,

केंद्र एक्साइज बढाता है, तो राज्य वेट बढाता है.

कोई कमीशन खाता है, कोई बिना कमीशन को सताता है,

जो कार्यालय का एजंट बताता है, पब्लिक को वही सताता है.

कोई साधू के बेशमे आता है, आश्रम से धंधा चलाता है.

कोई भविष्य बताता है, पब्लिक को ऐसे ही फसाता है.

काम करवाने के जो पैसा लेता है, ऐसे हमारे नेता है.

भोली पब्लिक ऐ सबसे फिसलती है, पब्लिक की वही तो गलती है.

दुनिया ऐसो से ही चलती है, उसमे मेरी क्या गलती है.

 

-नितिन गज्जर

View original post

આ જ સાચી વાતું છે


વિચારનો પ્રચાર

પોલીસોનું ઠેકઠેકાણે હપ્તા ખાતું છે, આતો બધી વાતું છે.

અમલદારોનું ટેબલ નીચે ખાતું છે, આતો બધી વાતું છે.

રેવન્યુંનું તો સૌથી ભ્રષ્ટાચારી ખાતું છે, આતો બધી વાતું છે.

રાજકારણીઓના હાથમાં બધું વેચાતું છે, આતો બધી વાતું છે.

શિક્ષકોનું ટ્યુશન થકી ભાતું છે, આતો બધી વાતું છે.

ચોરોને સારી, આખી રાતુ છે, આતો બધી વાતું છે.

દહેજ થકી ઘર બંધાતું છે, આતો બધી વાતું છે.

કાળાનાણા વાળાંનું સ્વીસ બેંકમાં ખાતું છે, આતો બધી વાતું છે.

સરકારી કામમાં હલકું મટીરીયલ્સ વપરાતું છે, આતો બધી વાતું છે.

આમ આદમીને બધે લાતું છે, ના ભાઈ ના, આતો બધી વાતું છે.

શું ના ભાઈ ના? પ્રજાજનોને બધું દેખાતું છે,

આ બધાની તો મોટી નાતુ છે, આ જ સાચી વાતું છે.

 

કવિ : નીતિન ગજ્જર

 

 

 

View original post

અમે છાપ અને તમે બધાં તો કાટ


વિચારનો પ્રચાર

ચાલો આપણે બધાં ભ્રષ્ટાચારની હરીફાઈ કરીએ,

જે જીતે તેને સન્માંનીશું.

એમાં રાજકારણી, અમલદાર , અને આમ આદમી આવ્યા

હરીફાઈમાં આમ આદમી નો ફાવ્યા, એ તો છેલ્લા આવ્યા.

બોલો આમ આદમીના ભાગ્યમાં છે સન્માન?

એમાં રાજકારણી અને અમલદાર મળી ને કહે :તને આ છાજે છે?

કે અમારી સાથે બાજે છે..!

આમ આદમી કહે : બોલો, આ બધાં લાજવાને બદલે ગાજે છે..!

રાજકારણી અને અમલદાર કહે : તું અને અમે તો સિક્કાની બે બાજુ,

આમ આદમી કહે : સાચી વાત છે, અમે છાપ અને તમે બધાં તો કાટ.

 

નીતિન ગજ્જર

View original post